AI : એક નવા વિશ્વની શરૂઆત | AI વિષે એકદમ સરળ ભાષામાં સમજૂતી

Chirag Joshi
2 min readOct 31, 2023

--

AI : એક નવા વિશ્વની શરૂઆત !!

છેલ્લા 6 મહિનાથી આખું વિશ્વમાં AI બાબતે કોલાહલ થયેલ છે તે કેમ થયો છે ? અને તે થવાનાં સાચા કારણો છે જ.

AI : એક નવા વિશ્વની શરૂઆત !!

મોટાં ભાગના લોકોને થતું હશે કે આ કોલાહલ કેમ ? દરેકે કેમ AI સમજવું અથવા અપનાવવું જરૂરી છે ? 🤔
અહીં AI શું છે અને કેવી રીતે કામ કરે છે એના પહેલાં દરેક વ્યક્તિએ કેમ AI સમજવું ખૂબ જરૂરી છે તેના કારણો વિશે વાત કરીશ. 😇
એક વાક્યમાં કહું તો; “AI એ આપણાં અત્યાર સુધીનાં સમગ્ર માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને ખતરનાક ટેકનોલોજી/શોધ છે.” 😎
અરે, આખરે આપણે કુત્રિમ રીતે મગજ/બુધ્ધિ બનાવી લીધી છે !!
(આમ પણ આપણે નાનાં હતા ત્યારે વડીલોના મોઢે કહેવત સંભાળેલ કે વૈજ્ઞાનિકો ગમે તેટલાં પ્રયત્નો કરી લે, મગજ અને લોહી બનાવવું અશક્ય છે, એતો ભગવાન જ કરી શકે. 😊)
મશીનો જાતે વિચારતા થાય તે ઘણા વર્ષોની આપણી વાર્તાઓ અને ઇમેજીનેશનનો ભાગ હતો. પણ કુત્રિમ બુધ્ધિ બનાવવી એ ખરેખર ખૂબ અઘરું અને અનિશ્ચિત હતું. છેલ્લા 70 વર્ષનાં લગાતાર રીસર્ચ પછી આજે આ પોઇન્ટ પર આવ્યા છીએ.

હાં, અત્યારનાં AI માં હમણાં ઘણી ખામીઓ અને લીમિટેશન છે પરંતુ આ માત્ર હજું શરૂઆત છે.
અહીં બે બાબતો સમજવી જરૂરી છે;
- AI આપણાં મગજ કરતાં લાખો-કરોડો ઘણી સ્પીડમાં પ્રોસેસ કરી શકે છે, ખાસ કરીને તે ખુદ આટલી સ્પીડ પર શીખી શકે છે અને ખુદને ઇમ્પ્રુંવ કરી શકે છે.
એટલે આપણું મગજ જે લાખો-કરોડો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે તે જ્ઞાન અને ક્ષમતા AI બહું ઓછા સમયમાં મેળવી શકે છે. હાં, હજું તે ઘણાં પ્રકારનાં કાર્યો કરવામાં નબળું છે પણ તે અસામાન્ય ઝડપથી શીખી રહ્યું છે.
- બીજું કે દુનિયામાં 8 કરોડ માનવ મગજ બનતા કરોડો વર્ષ થયાં છે જ્યારે આપણી આ કુત્રિમ બુધ્ધિને અબજોની સંખ્યામાં કોપી કરવામાં નગણ્ય સમય થાય છે.
હવે એકવાર ધ્યાનથી વિચારો, કે આપણી આસપાસનાં કેટલા કામો છે જેમાં આપણું મગજ સક્રિય અથવા આડકતરી રીતે ઉપયોગ થાય છે ? લગભગ ઘણાં બધાં !!
અને એટલે જ AI ની અસરો આપણાં જીવનમાં તમામ પાસાઓ પર વ્યાપકપણે થશે તે નક્કી છે.
AI કોઈ સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી રીતે એકદમ સરળ સમજૂતી હું આવતાં લેખમાં લખીશ. 😊

(AI પર લેખ લખવાની શરૂઆત કરવાનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે AI ની સામાન્ય સમજણ વધે અને તેનાં વ્યવસ્થિત ઉપયોગથી કેવી કેવી શક્યતાઓ ઉભી થાય છે.)
ઉપરાંત, AI ને દરેક ક્ષેત્રે યોગ્ય દિશામાં ઢાળવું જરૂરી છે, અમે શિક્ષણ ક્ષેત્રે AI મોડેલ બનાવી એને યોગ્ય દિશામાં ઢાળવા પર સક્રિય કાર્ય કરી રહ્યા છીએ અમે દ્રઢપણે માનીએ છીએ કે તેનાં માટે વધુને વધુ લોકોનાં વિચાર અને મત ઉમેરાય તે અત્યંત જરૂરી છે. 🙏🙏

--

--

Chirag Joshi

14 yrs old. Chief AI Engineer, Edutor. Learning & Building AI all the time ! Making Intelligence truly abundant to make Humanity better & then conquer the Star.