AI : આગળ કેવું વિશ્વ હશે ! AI વિષે એકદમ સરળ ભાષામાં સમજૂતી

Chirag Joshi
4 min readApr 24, 2024

--

હું ઘણી વાર કહેતો હોઉં છું કે માત્ર એકાદ લાખ વર્ષના ગાળામાં આપણે આફ્રિકાના જંગલોમાં વાનરની જેમ ફરતા હતા ત્યાંથી આજે આપણાંથી પણ શક્તિશાળી કુત્રિમ બુધ્ધિ બનાવવા સુધી પહોંચ્યા છીએ તે પ્રુથ્વીના 4.5 અબજ વર્ષનાં આયુષ્યનો સૌથી મોટો ચમત્કાર અને ક્રાંતિ કહી શકાય. (એટલે આપણી માનવજાતમાં ગમે તેવી ખામીઓ હોય પણ તે કંઈ ઓછી મહાન નથી. 😄)

દોસ્ત, AI વિશે થોડું ઘણું સાંભળ્યું, ChatGPT પણ વાપર્યું, છતાંય એવું તો લાગતું નથી કે તમે કહો છો એમ આ AI મારાં જીવનમાં કોઈ મોટો બદલાવ લાવી દેશે. (એમ થતું હશે કે અલ્યા હખણા રહો ને, આ AI AI કરીને અમને પણ વગર કામે ચિંતા કરતાં કરી દીધા છે. 😅😅)

હાં, AI કેમ દરેકના જીવનને અને સમગ્ર માનવજાતને ભારે અસર કરશે એ સમજવા AI હમણાં સુધી કેવી રીતે આવ્યું અને આગળ કેવું હશે તે સમજવું જરૂરી છે.

એવું નથી કે 8 મહિના પહેલા ChatGPT આવ્યું અને દુનિયામાં AI આવી ગયું. આપણે છેલ્લા દસેક વર્ષથી ક્યાંક ને ક્યાંક AI થી ઘેરાયેલા છીએ.

તમે યૂટ્યુબ જેવું ખોલો એટલે સૌથી પહેલા જ ત્યાં તમને મજા આવે એવા જ વિડિયો આવી જતા હશે. આવી રીતે જ ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર આપણને જેની પોસ્ટમાં વધુ રસ છે એ જ વ્યક્તિની પોસ્ટ આવી જતી હશે. તમે નેટફલિક્સ ખોલો એટલે તમને ગમે એવા જ મૂવી સજેસનમાં આવી જતા હશે.

હવે, આ બધું ક્યાંકને ક્યાંક AI છે. પણ એ ખૂબ નબળું AI છે. તે આપણાં અસંખ્ય ડેટાનાં આધારે તેમાં પેટર્ન શોધે છે અને આપણને સજેશન કરે છે પણ તે જાતે કંઈ વિચારે એમ નથી.

હવે, આઠ મહિના પહેલા ChatGPT આવે છે, આપણે કંઈ પણ પૂછીએ તો એના મજાનાં જવાબો આપે છે. અરે ઘણી વાર એવું થાય કે તે માણસની જેમ જ વિચારીને જવાબ આપે છે. એટલું જોરદાર હતું કે માત્ર 2 મહિનામાં જ 10 કરોડ લોકો સુધી પહોંચી ગયેલ. કારણ કે પહેલી વાર મનુષ્યની જેમ સમજી અને વિચારીને વાક્યો બનાવી શકે એવું AI આપણે જોયું.

ChatGPT ભાષા સમજતા અને લખી બોલી શકે એવું AI મોડેલ છે, આવા ભાષા પર કામ કરતા અન્ય ઘણા મોડેલ છે, દરેકની ક્ષમતા કામ અને વિષય પ્રમાણે અલગ અલગ છે. Claude મોડેલ પણ ChatGPT સમકક્ષ કહી શકાય એવી ક્ષમતા ધરાવે છે ખાસ કરીને તે સચોટતા માટે જાણીતું છે. ભાષા સિવાય ઈમેજ અને વિડિયો પર કામ કરતા પણ ઘણા મોડેલ આવ્યા છે. MidJourney નામનું મોડેલ તો અદ્દલો-અદ્દલ ફોટો બનાવી આપવા માટે ખૂબ ચર્ચામાં છે.

આટલું જોરદાર હોવા છતાંય અત્યારનું AI નબળું જ કહેવાય છે. કારણ કે અત્યારનાં AI નાં જેટલા પણ મોડેલ છે તેમની ક્ષમતા એટલી નથી કે આપણી જેમ સંપૂર્ણ પણે વિચારીને મગજના દરેક કામ કરી શકે જેમ કે ગણિતમાં તેઓ જટિલ દાખલાઓ ગણવામાં નિષ્ફળ જતાં હોય છે. ઉપરાંત તેમાં ઘણી નબળાઈ રહેલ છે. એ ક્યારેક ખોટા ફેકટ કે સ્ટોરી ઉભી કરી દેતા હોય છે.

છતાંય પણ અત્યારનું AI ઘણું ઉપયોગી અને શક્તિશાળી છે. એવું ના વિચારતા કે માત્ર ચેટબોટ કે ફોટો બનાવવાથી એ શું ઉપયોગી થઇ શકે, પણ આ મોડેલને આપણી જરૂરિયાતો અને કામ પ્રમાણે ઢાળવા પડે જેને ટેકનિકલ ભાષામાં ફાઇન-ટ્યુનીંગ કહેવાય. ત્યાર બાદ તે
- બધા હિસાબ પણ દેખી શકે,
- મેસેજ કે મેઈલના જવાબ પણ આપી શકે,
- કામના રિપોર્ટ બનાવી શકે
- હજારો રિપોર્ટ હોય તો તે જોઈને એમાંથી જરૂરી હોય એ બધી માહિતી કાઢી આપી શકે,
- નવું લખી આપે,
- સોશિયલ મીડિયા માટે ડીઝાઇન બનાવી જાતે પોસ્ટ પણ કરી આપે
આવું તો ઘણું બધું. આમ તમે જે આસપાસ ઘણાં બધાં AI નાં ટૂલ દેખો છો તે ઉપર કહ્યા એ પાવરફુલ મોડલને ઢાળીને યોગ્ય કામ માટે બનાવવામાં આવ્યા છે.

હવે, જેમ જેમ અત્યારનું AI વધુને વધુ ક્ષમતા વાળું બનતું જશે એમ પછી આવશે તેને કહેવાય AGI (Artificial General Intelligence).

AGI નાં નામ પ્રમાણે એનો અર્થ થાય છે કે તે બધી રીતે આપણા જેવી જ ક્ષમતા ધરાવતું હશે. તે દરેક જનરલ કામ કરી શકતું હશે અથવા તે કામોમાં મોટી મદદ કરી શકતું હશે. તે ગણિત પણ ગણી અને ભણાવી શકતું હશે અને આધાર કાર્ડનું ફોર્મ પણ સેકન્ડમાં ભરી આપતું હશે. 🤪

હવે, ક્યારેક વિચારજો કે સવારથી ઊઠીને રાતના ઊંઘવા સુધી આપણે કેટલા એવા કામો કરીએ છીએ જેમાં મગજ વપરાય છે, જેમાં શરીરને ભારે મજૂરી નથી કરવી પડતી ? એકાઉન્ટીંગ, દર્દીને તપાસી સલાહ આપવી, વિદ્યાર્થીઓને શીખવવું, મેનેજમેન્ટ કરવું, કોલ સેન્ટરમાં ગ્રાહકોને સપોર્ટ આપવો, કોડિંગ કરવું, ડિઝાઇન કરવી, સંશોધન કરવું અને આવું તો ઘણું બધું. કદાચ મોટા ભાગના લોકોના કામ આમાં આવી જતા હશે.

હવે, વિચારો આ કામો કરવાનાં આપણને કેટલો સમય, પગાર અને ઊર્જા વાપરાય છે ? (અહીં ઊર્જા એ માણસોને મેનેજ કરવાની માથાકૂટ માટેનો સારો શબ્દ છે. 😄😄)

છતાંય આપણે કેટલું કામ કરી શકીએ એની લિમિટ છે. તો હવે આ AGI નામની બલા તો આ બધું ગણતરીની મિનિટમાં કરી શકશે અથવા તમને કરવાનાં મદદ કરી શકશે. ફરી વિચારો કે જો ઓછા સમયમાં ખૂબ કામ થતું હોય તો પૂરા સમયમાં કેટલું વધારાનું કરી શકીએ. (શિક્ષકોના ભણાવવા સિવાયનાં જેટલા પણ કામ છે જેમ કે પેપર કાઢવા, ચેક કરવા, ગુણ અપલોડ કરવા, હાજરી અને ચુંટણીથી લઈને ઉપરથી કંઈ પણ આવે એ કરી આપવાનું વગેરે આ બધું AI કરીને આપી દેતું હોય તો કેવી મજા આવે ના ? 😃😃)

AGI એટલા માટે જ આપણાં સૌના જીવનને ઊંચે લઈ જવા માટેનું સૌથી મોટું પ્રોમિસ છે. એવું માનવામાં આવે છે કે 2030 પહોંચીશું ત્યારે આપણી દર વર્ષે 30–50 ટકા GDP વધી શકે. 🥳

હવે પ્રશ્ન એ આવે કે AI જે જાતે જ શીખીને ખુદને ઇમ્પ્રુવ કરતું હોય તે AGI થી થોડું અટકી જવાનું છે !! આપણે કંઇક નવું ધીરેથી શીખીએ છીએ જ્યારે AGI તો કરોડો ઘણી સ્પીડથી શીખી શકશે. અત્યારની સ્પીડ પ્રમાણે આપણે 2030 સુધીમાં AGI બધે દેખી શકીશું. (જેઓ ડૉક્ટર બનાવાનું વિચારીને અત્યારે એડમિશન લઈ રહ્યા છે તેઓ એકાદ વાર વિચારજો કે 8 વર્ષ પછી ડોક્ટર બનશો ત્યારે.. 🤪)

સખત સ્પીડથી AGI જ્યારે આગળ વધશે ત્યારે એક સમયે તે આપણાં કરતા અઢળક ઘણું વધારે શક્તિશાળી થઈ ચૂક્યું હશે. જેને ASI — Artificial Super Intelligence કહેવાશે. એવું માનવામાં આવે છે કે ASI આખી દુનિયાનાં બધા વ્યક્તિઓના ભેગા મગજથી પણ વધુ શક્તિશાળી હોઈ શકે.

આનાથી આગળ આપણે કંઈ જ નથી કહી શકતા કે શું થઈ શકે.

(ડરવાનું બિલકુલ નથી, આપણે બહાદુર છીએ હો. હાં, પણ સામે એવી પણ દલીલ નહિ કરવાની કે આપણે બનાવ્યું એ આપણાંથી વધુ શક્તિશાળી ના હોઈ શકે. 😉)

હાં, શક્તિશાળી AI આપણા અત્યારનાં દરેક અતિ જટિલ પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી આપી શકશે જાણે કે ક્લાઈમેન્ટ ચેન્જ, ક્વોલિટી વગરનું શિક્ષણ, કેન્સર જેવી બિમારીઓ, દરેક સુધી સ્વાસ્થ્ય સેવાઓ, ગરીબી વગેરે. 8 અબજ લોકોના ઉત્તમ જીવનનો એકમાત્ર રસ્તો AI હોઈ શકે.

(હવે સૌથી પહેલું વાક્ય જે મેં કહ્યું એ ફરીથી વાંચો. સાચું આપણે ઓછા મહાન નથી. 😅😅)

--

--

Chirag Joshi
Chirag Joshi

Written by Chirag Joshi

14 yrs old. Chief AI Engineer, Edutor. Learning & Building AI all the time ! Making Intelligence truly abundant to make Humanity better & then conquer the Star.

Responses (1)