આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: ધૂત્કારવું કે આવકારવું? 🌱

Chirag Joshi
3 min read6 days ago

Artificial Intelligence: Curse or Welcome? by Chirag Joshi

AI વિશે તો ખેતેશભાઈ દ્વારા ઓલરેડી ઘણા બધા બ્લોગ (આર્ટિકલ) લખાયા છે પણ આજે મારે તેના દ્વારા દુનિયામાં કેવા બદલાવ આવશે તેના વિશે વાત કરવી છે. 😊

જેમ-જેમ AI ની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે અને AI મોડલ વધારે હોશિંયાર બનતા જાય છે એમ બીજી બાજુ આપણને આપણી આવડત અને ભવિષ્ય વિશેની શંકાઓ ઊભી થઈ રહી છે. આસપાસમાં મોટાભાગે સાંભળેલી AI વિશેની હેડલાઇનમાં “AI: ભવિષ્યનો ખતરો ⚠️”, “AI કરી શકે છે તમારી જોબ ને રિપ્લેસ” નો સમાવેશ થાય છે.

વર્ષોથી જે કામ કરતા હોઈએ અને આપણી માસ્ટરી કહેવાતી હોય એમાં કોઈ આવી ને એમ કહે કે “તમારું કામ તો એક કમ્પ્યુટર કરી શકે છે.” — એ સાંભળીને ધ્રાસકો પડવો એ સ્વાભાવિક વસ્તુ છે. 😵‍💫

હવે, આપણી પાસે બે રસ્તાઓ છે:

1. કાં તો આ બધાથી હતાશ થઈ, ડરી જઈ અને નારાજ થઈ દૂર જઈને બેસી રહો અથવા

2. આ ઝડપથી બદલાતી દુનિયામાં ટેક્નોલોજી સાથે અનુકૂલિત થતા શીખી જાઓ 💪

તમે જો પહેલી વસ્તુ પસંદ કરશો તો પણ લોકો તેના પર કામ ચાલુ રાખશે અને ફિલ્ડમાં બદલાવ આવતા રહેશે. પણ જો તમે મનમાં રહેલો ભય અને પોતાના અનુભવની મહાનતા બાજુમાં મૂકી બીજો રસ્તો પસંદ કરશો તો તમને તેની સાથે એડજેસ્ટ થતા વાર નહીં લાગે અને તેને ખંજર ને બદલે પાવર સમજશો. 🎯🔥

ઇતિહાસ પાસેથી શીખીએ 📚

સાથીઓ, આવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હતી જ્યારે કેલક્યુલેટરની શોધ થઈ.

કેલક્યુલેટર પહેલી વાર જ્યારે શોધાયું ત્યારે દુનિયાભરમાં વિરોધ થયો હતો કે એકાઉન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની નોકરી જતી રહેશે. પણ આજે વાસ્તવિકતા કંઇક અલગ છે. કેલ્ક્યુલેટર એ આપણું કામ ઝડપી અને સરળ કર્યું છે.

અમેરિકા જેવા દેશોમાં અરબો ડોલર AI નાં રિસર્ચમાં નખાઈ રહ્યાં છે. AI ની આ હરણફાળ પ્રગતિ સામે એને રોકવાની તમામ કોશિશ નિષ્ફળ જ જવાની છે. એટલે એને સારી દિશામાં ઢાળવાનાં પ્રયાસો જ ડહાપણભર્યા કહેવાશે.

શિક્ષણનું નવું સ્વરૂપ 🎓

AI પછી શિક્ષણની તસવીર કેવી હશે/હોઈ શકે છે તેના પર ડોકિયું કરીએ.

એવી દુનિયાની કલ્પના કરો કે દરેક વિદ્યાર્થી જોડે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અથવા તો રામાનુજન લેવલના હોશિંયાર શિક્ષક હશે! જે દરેક બાળકને એકદમ પર્સનલાઈઝ મેનરમાં એટલે કે એકદમ મિત્ર બનીને, વિદ્યાર્થી ને સૌથી વધારે મજા આવે એવી રીતે અને ફક્ત પરીક્ષા માટેની વસ્તુઓ ગોખવવા કરતા દરેક અઘરા ટોપિક ને એકદમ મજેદાર અને સરળ બનાવી દે. 👨🏻‍🏫

આપણા પ્રાચીન જમાનામાં આપણે ભણતર અને નવી વસ્તુઓ શીખવા માટે આશ્રમમાં જવું પડતું હતું અને ત્યાં ગુરુકુળમાં રહીને જીવન ગુજારતા. પણ આજના AI યુગમાં, તમારા મોબાઈલમાં જ એક એવો શિક્ષક છે જે દુનિયાનો સૌથી હોશિંયાર, બુદ્ધિશાળી અને તજજ્ઞ હોય અને તમારો મિત્ર બનીને તમને નવી દુનિયા એક્સપ્લોર કરવામાં મદદ કરે છે. આ કેટલી અદભૂત વાત છે! 🧙‍♂️🧩

ભાઈ, આ બધું થવાનું જ છે અને તેના પાયા પણ નંખાવા લાગ્યા છે. Edutor Appમાં AI ની મદદથી શિક્ષણને એકદમ પર્સનલાઈઝ, સરળ, રસપ્રદ અને મજેદાર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને ઓલરેડી ઘણા બધા AI ફીચર્સ પણ આવી ગયા છે જેમ કે Quiz Explainer, ChapterAI અને મને સૌથી વધુ ગમતું Podcast Generation.

આ તો ફક્ત શિક્ષણની જ વાત થઈ પણ વિચારો કે હેલ્થ (ડોક્ટરી લાઇન)થી લઈને તમામ જગ્યાએ AI આવશે ત્યારની દુનિયા કેવી હશે.

આ વિષય પર હજુ ઘણું કહેવાનું બાકી છે — હું આગામી લેખમાં મારા વિચારોને વધુ સારી રીતે પ્રગટ કરવાનો પ્રયાસ કરીશ.. 🚀

*નોંધ: મને બોલવું અને લખવું બહુ જ ગમે છે પણ એકદમ પ્રોપર ગ્રામર સાથે લખવાનું હજુ ફાવતું નથી. તમામ ગ્રામેટીકલ મિસ્ટેક માટે માફી ચાહીશ.

Sign up to discover human stories that deepen your understanding of the world.

Free

Distraction-free reading. No ads.

Organize your knowledge with lists and highlights.

Tell your story. Find your audience.

Membership

Read member-only stories

Support writers you read most

Earn money for your writing

Listen to audio narrations

Read offline with the Medium app

Chirag Joshi
Chirag Joshi

Written by Chirag Joshi

14 yrs old. Chief AI Engineer, Edutor. Learning & Building AI all the time ! Making Intelligence truly abundant to make Humanity better & then conquer the Star.

No responses yet

Write a response